AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા પ્રથમ ક્વાર્ટરની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો.

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

*એપ્રિલ- ૨૦૨૫ થી સપ્ટેમ્બર ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન ગેસ ફ્રી રીફીલીંગનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ*

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી/એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાંકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે ‘Extended રાજ્ય PNG/LPG’  સહાય યોજના હેઠળ એપ્રિલ-૨૦૨૫ થી જુન-૨૦૨૫ ના પ્રથમ ક્વાર્ટર તથા ઓક્ટોબર-૨૦૨૫ થી ડીસેમ્બર-૨૦૨૫ સુધી બીજી ક્વાર્ટર દરમિયાન ડાંગ જિલ્લાના તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ ફ્રી રીફીલીંગનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધી ઇન્સ્ટોલ થયેલ હોય તેવા લાભાર્થીઓ પણ એપ્રિલ-૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫ના ક્વાર્ટર દરમિયાન આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજના હેઠળ ભારત સરકાર તરફથી મળતી સબસીડી બાદ કરતા બાકી રહેતી રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે.

આથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં ભારત સરકારની સબસીડી બાદ કર્યા પછી બાકી રહેતી એલપીજી સીલીન્ડરની રીફીલીંગની કિંમત જેટલી સબસીડીની રકમ રાજય સરકાર દ્વારા ઓઈલ માર્કેટીંગ કંપની મારફત લાભાર્થીના બેંક ખાતામાં DBT મારફતે વધુમાં વધુ ૩ (ત્રણ) કામકાજના દિવસોમાં જમા કરવામાં આવશે.

આ યોજના અંતર્ગત લાભાર્થીએ રીફીલીંગની પુરેપુરી રકમ પ્રથમ ચુકવવાની રહેશે, ત્યારબાદ (Retail Selling Price) RSP જેટલી જ રકમ ગ્રાહકના ખાતામાં ઓઈલ માર્કેટીંગ કંપની દ્વારા DBT મારફતે વધુમાં વધુ ૩ (ત્રણ) કામકાજના દિવસોમાં જમા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એપ્રિલ-૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન ડાંગ જિલ્લાના તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ ફ્રી રીફીલીંગનો લાભ મેળવે તે માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!