MORBI:સમસ્ત લુહાર સમાજ મોરબીનાં આરોગ્ય સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

MORBI:સમસ્ત લુહાર સમાજ મોરબીનાં આરોગ્ય સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે..
કેમ્પમાં આપને સાદર આમંત્રણ પાઠવીએ છીએ..
હાલ મિક્ષ વાતાવરણ ઋતુના સમય ગાળામાં ઘેર ઘેર માંદગી જોવા મળી રહી છે ત્યારે સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબી દ્વારા તારીખ: ૧૬-૧૧-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૦૯ વાગ્યાથી ૧૨:૩૦ વાગ્યા સુધી સમસ્ત લુહાર સમાજ મોરબી પંથકના લુહાર જ્ઞાતિબંધુઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું શ્રી મચ્છુ કઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી યુનિટ ૨, શનાળા રોડ, સત્યમ પાન વારી શેરી, સરદાર બાગ સામે, મોરબી ખાતે આયોજન કરેલ હોઈ તમામ લુહારજ્ઞાતિ મોરબી શહેર તથા મોરબી આસપાસ ગામના રહેવાસી લુહાર બંધુઓ આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લે તે માટે અમો આમંત્રણ પાઠવીએ છીએ..
આયોજક ટ્રસ્ટ શ્રી મચ્છુ કઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી શ્રી સોરઠીયા હિતેચ્છુ મંડળ મોરબી
સહયોગી સંસ્થા ટ્રસ્ટ વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ મોરબી વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી
LYS-SS ગૃપ “સિંહસ્થ સેના” (ગુજરાત પ્રદેશ ટીમ)
સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ – મોરબી ટીમ








