GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીની બહેનોને આત્મનિર્ભર બનવા સુવર્ણ તક – નિઃશુલ્ક વ્યવસાયિક તાલીમનું આયોજન

MORBI મોરબીની બહેનોને આત્મનિર્ભર બનવા સુવર્ણ તક – વિ: શુલ્ક વ્યવસાયિક તાલીમનું આયોજન

 

મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા અને બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આગામી સમયમાં નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતી અથવા હાલમાં ઘરેથી નાનો-મોટો વ્યવસાય કરતી બહેનો માટે પાંચ દિવસીય નિઃશુલ્ક તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

​આ કાર્યક્રમમાં અનુભવી ટ્રેનર્સ દ્વારા વ્યવસાયને લગતા પાયાના અને મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં સરકારી યોજનાઓ અંતર્ગત સબસિડી સાથેની લોન કેવી રીતે મેળવવી.​વ્યવસાયિક પ્રમાણપત્રો મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ.​આધુનિક માર્કેટિંગ પદ્ધતિઓ અને વેચાણ કૌશલ્ય.એકાઉન્ટ મેનેજમેન્ટ (હિસાબ-કિતાબ) રાખવાની રીત.

​આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ સહભાગી બહેનોને સંસ્થા તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, ઉદ્યોગ સાહસિક બનવા ઈચ્છતી બહેનોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. નોંધનીય છે કે, જે બહેનો ઉદ્યમ આધાર ધરાવે છે તેમને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવશે.​આ તાલીમનો લાભ લેવા અને વધુ વિગતો જાણવા માટે ઈચ્છુક બહેનોએ શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાનની હેલ્પલાઈન નંબર 97265 01810 પર વોટ્સઅપ (WhatsApp) દ્વારા સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!