AHAVADANGGUJARAT

Dang: આહવાના ભાપખલ ખાતે 5 કેવીનાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોઇલની ચોરી થતા જી.ઈ.બીએ પોલીસ ફરીયાદ નોંધાવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભાપખલ ગામ ખાતે આવેલ 5 કેવીનાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોઇલની ચોરી થઈ હતી.જોકે વીજ ટ્રાન્સફોર્મર ખુલ્લી હાલતમાં છે એવી ફરિયાદ સ્થાનિક અરજદાર દ્વારા નોંધાવતા વીજ કંપનીનાં નાયબ કાર્યપાલક ઈજનેર એસ.એન.પવાર સહિત કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે કોપર કોઈલ ની ચોરી થઈ હોવાનું જણાઇ આવતા વીજ કંપની સાપુતારા પેટા વિભાગ કર્મચારીનાં નાયબ ઇજનેર એસ.એન.પવારે સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આહવા તાલુકાનાં ભાપખલ ગામની સીમમાં બારીપાડાથી નડગચોંડ ગામ જતા રસ્તાની બાજુમાં આવેલ અશ્વિનભાઇ જયરામભાઇ દેશમુખનાં ઘર પાસે 5 કે.વી.નો વીજ ટ્રાન્સફોર્મર લગવાવામાં આવેલ છે.ત્યારે ગત તારીખ 31/08/2024ના રોજ બારીપાડાનાં એક સ્થાનિક અરજદારે દક્ષિણ વીજ કંપની લિમિટેડ સાપુતારા વિભાગીય કચેરીનાં ફોલ્ટ સેન્ટર નંબર પર ફોન કરી વીજ ટ્રાન્સફોર્મર ખુલ્લી હાલતમાં હોય તથા વીજ પ્રવાહ રાત્રિના સમયથી બંધ હાલતમાં છે એવી ફરિયાદ કરી હતી. જે બાદ નાયબ કાર્યપાલક ઈજનેર એસ.એન.પવાર સહીત ટેકનિકલ સ્ટાફનાં માણસો સ્થળ પર પહોંચ્યા હતા.ત્યારે 5 કે.વી.ના વીજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ ટ્રાન્સફોર્મરના ડી.ઓ. ફ્યુઝ તેમજ ડી.ઓ.ડી.પી.નાં ડી.ઓ. ફ્યુઝ ઉતારી વીજ ટ્રાન્સફોર્મરની ઉપરનો ભાગ ખોલી અને વીજ ટ્રાન્સફોર્મરમાંથી  25 કિલોગ્રામની કોપર કોઇલની ચોરી કરવામાં આવેલ હોવાનું જણાઈ આવ્યુ હતુ.વીજ ટ્રાન્સફોર્મરની કોઈલ તેમજ ઓઈલ બંનેની કિંમત રૂપિયા 21 હજારની કિંમતના મુદ્દામાલની ચોરી થયેલ છે.જેને લઇને દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સાપુતારા પેટા વિભાગ કચેરીમાં નાયબ ઇજનેર એસ.એન.પવારદ્વારા સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.હાલમાં સાપુતારા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!