MORBI:મોરબીમા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવાનું ભવ્ય આયોજન

MORBI:મોરબીમા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવા નું ભવ્ય આયોજન
મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા સમગ્ર મોરબી પંથકમાં આસ્થા શ્રધ્ધા પ્રતિક સમાં
શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવાનું
આયોજન શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૨૮/૩/૨૬ શનિવારે યોજાશે જેમાં વિવિધ પ્રસંગો આ મુજબ યોજાશે
જેમાં થાંભલી રોપણ સવારે : શુભ ચોઘડીએ નવચંડી યજ્ઞ સવારે : ૮/ વાગ્યે બિડું હોમવાનો સમય : સાંજે ૪/વાગ્યે ભુવાના સામૈયા સાંજે : ૫/ વાગ્યે મહાપ્રસાદ સાંજે ૬/ વાગ્યે મહાઆરતી સાંજે : ૭/ વાગ્યે ડાકલાં ની રમઝટ રાત્રે : ૯/વાગ્યે યોજાશે જેમાં રાવણદેવ હિતેષભાઇ ( ગોંડલ વારા) સહિત ભુવા શ્રીઓ માતાજી ના દુહા છંદ ગરબાની રમઝટ બોલાવશે શ્રી ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રસ્ટ એ મોરબી પંથકની સર્વ ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા યાદી જણાવ્યું છે.










