GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ૧૨ ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

 

MORBI:મોરબીમાં ૧૨ ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

 

દેશ ભક્તિના માહોલ સાથે યોજાનાર તિરંગા યાત્રામાં સહભાગી બનવા મોરબી જિલ્લાવાસીઓને વહિવંત્ર દ્વારા આહવાન

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા’ યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ, નવા બસસ્ટેન્ડ, સુઘી યોજાનાર છે.

આ તિરંગા યાત્રા મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી સાજે ૦૫:૦૦ કલાકે પ્રસ્થાન થશે અને શ્રી સરદાર વલ્લ્ભભાઇ પટેલના સ્ટેચ્યુ ખાતે પુર્ણ થશે. આઝાદ ભારતને હવે વિકસીત ભારત બનાવવા તથા રાષ્ટ્રઘ્વજ પ્રત્યે આપણી ભાવના દર્શાવવા તમામ નાગરિકોએ આ તિરંગા યાત્રા સ્વયંભુ ઉપસ્થિત રહેવા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવે છે.

આ તિરંગા યાત્રાના રૂટ પર મોરબી મહાનગરપાલિકા ખાતે ડો.બાબા સાહેર આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવશે. આ રેલીમાં શહેરની જુદી જુદી ખાનગી તેમજ સરકારી શાળાના બાળકો દેશભકિતને અનુરૂપ વિવિઘ વેશભુષા સાથે તિરંગા યાત્રામાં જોડાઇ તિરંગા યાત્રાનું ગૌરવ વઘારશે. આ તિરંગા યાત્રામાં મોરબી જિલ્લાના સાંસદશ્રીઓ તથા ઘારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો સહિત આશરે ૨૫૦૦ જેટલા નાગરિકો જોડાવવાના છે. જિલ્લાના નગરજનોએ પોતાની દેશભાવના સમજી આ તિરંગા યાત્રામાં જોડાવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!