GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ભરવાડ સમાજના સમુહ લગ્ન સમારોહ યોજાયો

 

 

MORBI:મોરબીમાં ભરવાડ સમાજના સમુહ લગ્ન સમારોહ યોજાયો

 

વીસ જેટલા નવદંપતી ઓએ પ્રભુતામાં પગલાં પાડયાં

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ- મોરબી દ્વારા ત્રાજપર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ નાં પાછળ આવેલ ખુલા મેદાનમાં ભરવાડ સમાજના સાતમાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નવદંપતિઓએ પોતાની પરંપરા નાં પોસાક પહેર્યો હતો. અને આ સમારોહમાં નવદંપતીઓને આશિર્વચન આપવા માટે સંતો મહંતો અને ભરવાડ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી બાદ આ સમૂહ લગ્નમાં દાન આપનારા દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા. જ્યારે સમાજમાં કેટલાક કુરિવાજો અંગે શાળામાં ભણતા બાળકો અને અગ્રણીઓએ ખૂબ વ્યવસ્થિત રીતે પોતાના પ્રવચનમાં સમજાવ્યું હતું અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો. જો માતા તો શિક્ષિત હશે તો તે તેના બાળકોને શિક્ષણ આપવામાં મદદરૂપ બનશે એટલે ભણતર આ જીવનમાં ઘણું અગત્યનું બની ગયું છે.આ સમારોહ માં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી,ઉપ પ્રમુખ હીરાભાઈ ટમારીયા. મોરબી નાં ડીવાયએસપી જે.એમ.આલ સહિત દરેકે પોતાના વ્યક્તવ્ય માં નવદંપતીઓને આશિર્વચન પાઠવ્યા હતા અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો..

Back to top button
error: Content is protected !!