GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શિક્ષણના લાભાર્થી 11 નવ યુગલનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

 

MORBI:મોરબી શિક્ષણના લાભાર્થી 11 નવ યુગલનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

 

 

મોરબીમાં છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવી માધ્યમિક શાળાના બિલ્ડીંગ નિર્માણ લાભાર્થે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરેલ જેમાં 11 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં માંડેલ.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, વિજયનગર, રોહીદાસ પરા પાછળ, મોરબી ખાતે વર્ષ 2001થી કાર્યરત છે. જેમાં ધોરણ એક થી આઠ ના 240 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેઓ માટે શિક્ષણનીની સગવડતા વધુ કરવાના હેતુસર નવી માધ્યમિક શાળા ધોરણ 9 અને 10 નું આગામી વર્ષમાં શરૂ કરવાનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે નવી બિલ્ડીંગના લાભાર્થે આ દ્વિતીય સમુહ લગ્ન સુધી આયોજન કરેલ, આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, દેવકણભાઈ આદ્રોજા, ગંગા સ્વરૂપ સહાય સમિતિ, કે.જી. કુંડારિયા જાણીતા ઉદ્યોગપતિ, મહંત શ્રી સીતારામ બાપુ કષ્ટભંજન હનુમાન મોલડી સહિત શિક્ષણ દાતાઓ તેમજ સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતાઓ ઉપસ્થિત રહેલ. તમામ નવયુગલોને ઘરવખરીની તમામ જીવન જરૂરિયાતો ની 83થી વધુ વસ્તુઓ સાથે ચાંદીના સાંકડા અને સોનાની નાકની ચૂક દાન સ્વરૂપે આપવામાં આવેલ. જ્યારે શિક્ષણ દાતા તરીકે શ્રી દેવકણભાઈ આદ્રોજા દ્વારા નવા નિર્માણ દિન કુલ બિલ્ડિંગમાં એક વર્ગખંડ ના દાતા તરીકે દાન આપ્યું, જ્યારે ટ્રસ્ટના મંત્રી કેશવ લાલ રામજીભાઈ ચાવડા દ્વારા પ્રિન્સિપાલ ઓફિસ નિર્માણનું દાન આપ્યું, તેમજ ઉદ્યોગપતિ કેજી કુંડારિયા દ્વારા સ્ટાફ રૂમ નિર્માણ કરી દેવાની જાહેરાત કરી હતી. આ શુભ પ્રસંગે ભોજન ના દાતા તરીકે શ્રી જમનાદાસ મોતીભાઈ હિરાણી હરિહર અન્ન ક્ષેત્ર તરફથી 1700 થી વધુ મહેમાનોને ભોજન કરાવ્યું હતું.

તેમજ નવનિર્મિત બિલ્ડિંગના નિર્માણ અર્થે નૌતમભાઈ દેવજીભાઈ સોલંકી દ્વારા 25000 રૂપિયા, પ્રવીણભાઈ છગનભાઈ સોલંકી દ્વારા ૨૫૦૦૦ રૂપિયા, સ્વર્ગસ્થ બાબુભાઈ ડાયાભાઈ પરમાર પરિવાર તરફથી 21000 રૂપિયા, શ્રી ટપુભાઈ દેવજીભાઈ પરમાર તરફથી 21000 રૂપિયા, એડવોકેટ દીપકભાઈ ડી પરમાર તરફથી 21000 રૂપિયા, શ્રી મંગાભાઈ રામજીભાઈ ચાવડા તરફથી 11, 111, શ્રી માલજીભાઈ ભીખાભાઈ પારીયા તરફથી 11,111, શ્રી મણીભાઈ વાલજીભાઈ ચાવડા તરફથી 11, 111, જમનાદાસ ટપુભાઈ પરમાર તરફથી 11, 000, વિનોદભાઈ ખાનાભાઈ સાગઠીયા તરફથી 11000, મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી તરફથી 11000, શૈલેષભાઈ વાલજીભાઈ રાઠોડ તરફથી 11000, મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ પરિવાર તરફથી 11000, પ્રવીણભાઈ ટપુભાઈ સાગઠીયા તરફથી 11000, સુખાભાઈ જી મકવાણા તરફથી 11000, જયેશભાઈ ખીમજીભાઇ સાથે તરફથી 10088 નાનજીભાઈ ભીખાભાઈ બોસિયા તરફથી 10,000, મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા તરફથી 10,000, પ્રવીણભાઈ બાબુભાઈ શુકલ તરફથી 10,000, અમૃતભાઈ આંધળાભાઈ જાદવ તરફથી 10000, ભરતકુમાર દેવજીભાઈ જાદવ તરફથી 10000 રૂપિયા શિક્ષણ પેટે દાન આપેલ. તેમજ સમૂહલગ્નોત્સવના મુખ્ય દાતા તરીકે ભરતભાઈ દુદાભાઈ પરમાર, સુરેશકુમાર કેશવલાલ ચાવડા, એડવોકેટ હસમુખભાઈ સોલંકી, મોતીભાઈ અમરાભાઇ પરમાર, સ્વર્ગસ્થ જીવાભાઇ રવજીભાઈ મકવાણા ના પરિવાર, દ્રિસના નંદની પારીઆ, દિનેશભાઈ ખેંગારભાઈ પરમાર, કેશુભાઈ કે સાગઠીયા તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સહિતના દાતાઓએ તેમની યથાશક્તિ મુજબ તમામ 11 કન્યાઓને કરિયાવર આપેલ. ઉમાબેન સોમૈયા ઉમાઝ પાર્લર તરફથી તમામ દીકરીઓને ફ્રીમાં મેકઅપ અને તૈયાર કરી આપવામાં આવેલ ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓને સીલ આપી સન્માનિત કરાયા હતા.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર અને મંત્રી કેશવલાલ ચાવડા દ્વારા શિક્ષણ પ્રેમી દાતાઓને શિક્ષણના લાભાર્થે દાન આપવા માટે 9925801260 પર સંપર્ક સાંધવા અપીલ કરી છે.


Back to top button
error: Content is protected !!