શહેરા તાલુકાના ટીંબા પાટીયા પાસે રોડ પર પડી રહેલી તુફાન ગાડીમાં બાઈક ચાલક ઘુસી જતા કરુણ મોત
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે થોડા દિવસ પહેલા એક તુફાનગાડીમાં આગ લાગી હતી.એ ગાડી રોડ પર સળગી ગયેલી હાલતમા પડી રહી છે. સંતરામપુર તાલુકાના વાઘફળ ગામમા રહેતા અને ડ્રાઈવરની નોકરી કરતા એક યુવાન પરત ફરતી વખતે આ તુફાનગાડી સાથે અથડાઈ જતાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અને જ્યા તેમનુ સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે શહેરા પોલીસ સ્ટેશન ખાતે અસ્માતની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના વાઘફળ ગામના પ્રભાતભાઈ નાયકાએ આપેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેમના ભત્રીજા દિપકભાઈ જેઠાભાઈ નાયકા વડોદરા જીલ્લાના સાવલી ખાતે ડ્રાઈવરમાં નોકરી કરે છે.નોકરી પુરી કરીને તેઓ બાઈક લઈ ઘરે પાછા ફરતા હતા તે સમયે શહેરા તાલુકાના ટીંબા પાટીયા પાસે કાકણપુર જતા રોડ઼ પર એક તુફાન ગાડી સળગી ગયેલી હાલતમાં પાછલા દિવસોથી પડી રહી હતી. દિપકભાઈની બાઈક તેમા ઘુસી જતા તેઓ રોડ પર પટકાયા હતા. અને શરીર પર ગંભીર ઈજા પહોચી હતી. તેમને તાત્કાલિક ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા શરીર પર ઈજાઓ થતા તેમને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે શહેરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.