GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાતેનું મણી મંદિર તરીકે જાણીતું હેરીટેજ જે રાજય સરકારની માલિકીનું છે.:માર્ગ અને મકાન વિભાગ

 

MORBI:મોરબી ખાતેનું મણી મંદિર તરીકે જાણીતું હેરીટેજ જે રાજય સરકારની માલિકીનું છે.:માર્ગ અને મકાન વિભાગ

 

 

ગુજરાત રાજયના મોરબી જિલ્લાના મોરબી શહેરની મધ્યમાં આવેલ મોરબી સ્ટેટ વખતની ઐતિહાસિક ઇમારત એટલે કે “વાઘ મહેલ” (મણીમંદિર). જે “વાઘ મહેલ” (મણીમંદિર) વર્ષ ૧૯૫૧ થી રાજય સરકાર હસ્તક છે.

આઝાદી બાદ ગુજરાત રાજય અસ્તીત્વમાં આવતા મોરબીની સરકારી કચેરી વાઘ મહેલ(મણીમંદિર) કાર્યરત થયેલ. ત્યારબાદ ગુજરાતમાં જાન્યુઆરી-૨૦૦૧ ના ભુકંપ આવેલ. જેમા વાઘમહેલ (મણીમંદિર) ને ઘણું જ નુકશાન થયેલ. અને તેમા બેસતી સરકારી કચેરીનો કાયમી ધોરણે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ.

ગુજરાત સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગના ઠરાવ ક્રમાંક નં બીડીજી-૧૦૨૦૦૦૭-આઇબી-૧૮/૧૩-નં૧ તા. ૧૧-૦૯-૨૦૦૮ મુજબ જાન્યુઆરી-૨૦૦૧ ના ભૂકંપમાં નુકશાન પામેલ ઇમારત વાઘ મહેલ(મણી મંદિર) ના મકાનનું પુર્નવર્સન માટે જી.એસ.ડી.એમ.એ દ્વારા સર્વે કરી પુર્ન:વસનની કામગીરી માટે ઇજારદારો નક્કી કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ હતી. તે દરમ્યાન વાયબ્રન્ટ ગુજરાત-૦૭સમીટમાં ગુજરાત હેરીટેઝ કન્ઝવેશન સોસાયટી દ્વારા મણીમંદિર પુન:વસન માટે રૂા. ૨૫ કરોડનું રોકાણ કરવાનું આયોજન હતુ. તે દરમ્યાન મહારાણી સાહેબ ઓફ મોરબી શ્રી વિજયકુંવરબા દ્વારા મણીમંદિરને વિશ્વ કક્ષાના મ્યુઝીયમ તરીકે ઉપયોગ કરી શકાય, અને પ્રજાહિત માટે ખુલ્લુ મૂકવામાં આવે. જેમા ઐતિહાસિક ધરોહરના ભાગરૂપે સૌરાષ્ટ્રની ભાતિગળ સંસ્કૃતિની જાળવણી કરી રાજયના ઐતિહાસિક મૂલ્યોના વિવિધ પાસાઓને આવરી લેતુ મ્યુઝીયમ બનાવવાની દરખાસ્ત રજુ થતા મોરબી ખાતેનું મણી મંદિર તરીકે જાણીતું હેરીટેજ જે રાજય સરકારની માલિકીનું છે. તે મ્યુઝીયમ બનાવવાના હેતુથી મહારાણી સાહેબા ઓફ મોરબીને રૂા. ૧-૦૦ ના વાર્ષિક ટોકન ભાડેથી ૨૦ વર્ષની લીઝ પર શરતોને આધિન ફાળવવામાં આવેલ હતું.

ઉપરોકત સવાલવાળી જમીન સીટ નં ૧૨૮ સર્વે નં ૧ હેઠળનો ૩૩૦૮૦.૭૬ પૈકીની ગણાય છે. આ સદરહું જમીનમાં હાલના ધારણકર્તા તરીકે (૧) જાહેર બાંધકામ ખાતું (૨) સરકારશ્રી (૩) તાલુકા પંચાયત કચેરી, પ્રોપટી કાર્ડમાં દર્શાવેલ છે. તે પૈકીની જાહેર બાંધકામ ખાતાના કબ્જા હેઠળનો ખુલ્લો જમીન ૨૧૯૬૧.૦૦ ચો.મી. મિલ્કત વિલીગ્ડન સેક્રેટરી એટ કે જે મણીમંદિર તથા વાઘ મહેલ તરીક ઓળખાય છે. તે મહારાણી વિજયકુંવરબાને વાર્ષિક રૂ।. ૧-૦૦ ના વાર્ષિક ટોકન રેટ પર તારીખ ૨૬-૧૨-૨૦૦૮ થી શરૂ કરી ૨૦ વર્ષ માટે એટલે કે તા. ૨૫-૧૨-૨૦૨૮ સુધી ભાડા પટે આપેલ છે.

વાઘ મહેલ(મણીમંદિર)ની માલિકી સરકારશ્રીની છે. વાઘ મહેલ(મણીમંદિર) મિલ્કતની અંદર કેમ્પસમાં હાશમશા ફકિરશા ઝાફર દ્વારા ૯૦ X ૩૪ ચો. ફુટ જે આશરે ૩૫૦૦ ફુટમાં વિવાદાસ્પદ દબાણ કરવામાં આવેલ. જેથી અત્રેની વિભાગ દ્વારા દબાણ કરનારને તા. ૧૮/૦૧/૨૦૨૨ થી અનધિકૃત દબાણ દુર કરવા માટે નોટીસ આપવામાં આવેલ. તેમજ તા. ૦૭/૦૨/૨૦૨૨ ના રોજ વિવાદાસ્પદ દબાણ દુર કરવા આખરી નોટીસ આપવામાં આવેલ છે. તેમ છતા તેઓ દ્વારા દબાણ દુર કરવામાં નહી આવેલ. જેથી અત્રેની વિભાગ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪, નિયમ-૮ તળે જમીન પચાવી પાડનાર વિરુધ્ધ ઓનલાઇન અરજી કરેલ. અને જે અન્વયે ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ-૨૦૨૦ ની તા. ૨૩/૦૫/૨૦૨૨ ના રોજ કલેકટરશ્રી મોરબીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવેલ. જે બેઠકમાં સવાર્નુમતે એફ.આઇ.આર. દાખલ કરવામાં આવેલ. જે અન્વયે અત્રેના વિભાગ દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી પાર્ટ ગુ.ર. નં ૧૧૧૮૯૦૦૩૨૨૧૪૧૫/૨૦૨૨ તા. ૨૪/૦૯/૨૦૨૨ થી એફ.આઇ.આર. દાખલ કરેલ.

સેસન્સ કોર્ટ મોરબીમાં લેન્ડ ગ્રેબ્રીગ કેસ નં ૨૭/૨૦૨૨ ના તા. ૧૧/૧૧/૨૦૨૫ ના ચુકાદામાં જણાવ્યા મુજબ સરકારી જમીન ઉપર દબાણ કરનાર હાશમશા ઝાફરશા ફકિર કે જેને ગેરકાયદેસ રીતે જમીનનો કબ્જો કરેલ હોવાનું કલેકટરશ્રી મોરબી તથા જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૦૨ ની જોગવાઇ મુજબ રચાયેલ સમીતીએ ઠરાવેલ છે અને ત્યારબાદ હાલની ફરીયાદ થયેલ અને ફરીયાદીના કામે ચાર્જસીટ થયા બાદ આરોપીનું અવસાન થયેલ હોય આરોપીએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરેલ હોય કલેકટરશ્રી, મોરબી આરોપીએ કરેલ ગેરકાયદેસર કબ્જો પરત મેળવવા કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે જણાવેલ.

કલેકટરશ્રી મોરબીના તા. ૧૯/૧૧/૨૦૨૫ ના પત્રથી સરકારી જમીન પર કરેલ દબાણ દુર કરવા માટે જણાવેલ. જે અન્વયે અત્રેની કચેરી દ્વારા ગેરકાયદેસર દબાણ કરનારને સરકારી જગ્યા ખાલી કરવા માટે તા. ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ નોટીસ આપવામાં આવેલ. ત્યારબાદ તહોમતદાર દ્વારા નામદાર હાઇકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લીકેશન નં ૧૬૦૮૨ ઓફ ૨૦૨૫ અન્વયે પીટીશન દાખલ કરવામાં આવેલ. જે પીટીશન નામદાર હાઇકોર્ટ દ્વારા તા. ૦૨/૧૨/૨૦૨૫ ના જજમેન્ટ દ્વારા તહોમતદારની પીટીશન નામંજુર કરવામાં આવેલ.

જે અન્વયે સ્થાનિક તંત્ર એટલે કે કલેકટરશ્રી મોરબી, પોલીસ અધિક્ષકશ્રી મોરબી અને માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) મોરબીના સંયુકત તંત્ર દ્વારા વાઘ મહેલ(મણીમંદિર)ની કેમ્પસમાં ગેરકાયદેસર દબાણ તા.૦૨/૧૨/૨૦૨૫ ના રોજ દુર કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!