DAHODGUJARAT

સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગનો દિવાળી વેકેશન સ્પેશિયલ બેંચનો શુભારંભ 

તા.૨૬.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગનો દિવાળી વેકેશન સ્પેશિયલ બેંચનો શુભારંભ

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ છેલ્લા ૧૯ વર્ષથી કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી- મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ જણાવ્યું છે કે દિવાળી વેકેશનમાં ધોરણ -૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમને નવોદય પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભેરેલ છે તેમને સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. દિવાળી વેકેશન સ્પેશિયલ બેન્ચ તારીખ.૨૭.૧૦.૨૦૨૪ થી ૨૧.૧૧.૨૦૨૪ સુધી કાર્યરત રહેશે. સમય સવારના ૧૦.૩૦ થી ૪.૧૫ કલાક સુધી રહેશે. જેમને પણ દિવાળી વેકેશનમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવી હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રોએ સંજેલી – શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે દિલીપ સર, મોરા – વી. કે ખાંટ સાહેબના મકાનમાં અશ્વિન સર, સુખસર – માલીવાડ સાહેબના મકાનમાં, રાજુ સર, ગોઠીબ – સંજેલી રોડ સંપર્ક કરવો વધુ માહિતી અને જાણકારી માટે સીધો સંપર્ક હેડ ઓફિસ – શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી (ઠાકોર ફળિયું) દિલીપકુમાર એચ મકવાણા સાહેબનો સંપર્ક -૯૯૦૯૦૮૫૩૮૪ કરવાનું જણાવવામાં આવે છે. આજુબાજુ વિસ્તારના અનાથ, અપંગ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવશે

Back to top button
error: Content is protected !!