Halvad:હળવદ શહેર માં ગેરકાયદેસર રીતે ચાલતા માંસ-મટન ના હાટડા બંધ કરાવવા માટે વિશાળ મૌન બાઈક રેલી નીકળી અને આવેદનપત્ર આપવામાં આવ્યું
Halvad:હળવદ શહેર માં ગેરકાયદેસર રીતે ચાલતા માંસ-મટન ના હાટડા બંધ કરાવવા માટે વિશાળ મૌન બાઈક રેલી નીકળી અને આવેદનપત્ર આપવામાં આવ્યું
હળવદ ના વિવિધ વેપારી સંગઠનો – રાજકીય – સામજિક – ધાર્મિક – શૈક્ષણિક સંસ્થા ના આગેવાનો સહિત તમામ સમાજ ના લોકો સ્વયંભૂ આ મૌન રેલી માં જોડાયા હતા વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત છે અને હળવદ ની ચો તરફે દેવાધિદેવ મહાદેવ ના સ્વયંભૂ મંદિર બિરાજે છે અને હળવદ એ સતી સુરા ની ભુમી તરીકે પણ ઓળખાય છે અને હળવદ એ ઐતિહાસિક સાથે સંસ્કારી નગરી છે ત્યારે ગતરોજ હળવદ ના ઐતિહાસિક વારસા સમા સામંતસર તળાવ માં શ્રી શક્તિ માતાજી ના મંદિર પાસે કોઈ અસામાજિક તત્વો એ માછલી પકડવા માટે ની જાર નાખી હતી અને ગેરકાયદેસર માછી મારી કરવાનું હિન કૃત્ય કોઈ અસામાજિક નરાધમ તત્વો એ કર્યું હતું આ વાત ની જાણ જીવદયા પ્રેમીઓ ને થતા ઘટના સ્થળે પહોંચી અને એ બિછાવેલી જાલ કાઢી અને અગણિત માછલીઓ ને તળાવ માં મુક્ત કરી હતી પરંતુ ૫ માછલી જાલ માં ફસાઈ જતા મૃત્યુ પામેલ ત્યારે આ હળવદ ગામ માટે શરમજનક અને શહેર ની શાંતિ ડહોળવાનો હિન પ્રયાસ જે તત્વો એ કર્યો છે તેમજ હળવદ શહેર માં જાહેર માં કોઈ પણ જગ્યા એ માંસ – મટન કે ઈંડા ની કોઈ પણ લારી નથી પરંતુ છેલ્લા થોડાક વર્ષો થી સરકાર ના સબંધિત કોઈ પણ વિભાગ ની મંજુરી વગર અને સરકારી જગ્યા માં દબાણ કરી ગેરકાયદેસર રીતે માંસ – મટન નું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે આ ઉપરોક્ત તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે બંધ થાય તે માટે હળવદ ના તમામ વેપારી સંગઠનો – સામાજિક – રાજકીય – શૈક્ષણિક – સેવાકીય સંગઠનો ના સભ્યો અને હળવદ ના તમામ સમાજ અને તમામ વર્ગ ના લોકો દ્વારા આજરોજ શ્રી લક્ષ્મીનારાયણ ચોક થી મામલતદાર ઓફિસ સુધી મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યા માં હળવદ ના નગરજનો જોડાયા હતા અને મામલતદાર ઓફીસ પહોંચી મામલતદારશ્રી ને અને પોલીસ ઇન્સ્પેકટરશ્રી અને ચીફ ઓફિસરશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને હાજર પૂજ્ય સાધુ સંતો અને આગેવાનો એ ઉપરોક્ત જણાવેલ પ્રવૃત્તિ આગમી ૪૮ કલાક માં બંધ થાય તે માટે વિનંતી કરી હતી આ કાર્યક્રમ માં પૂજ્ય દીપકદાસજી મહારાજ , પૂજ્ય ભક્તિનંદન સ્વામી સહિત વેપારી આગેવાનો – મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ ના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થા ના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર સૌ શાંતિ પૂર્વક અને શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમ જોડાયા હતા આ રેલી માં પોલીસ વિભાગ ના જવાનો એ બંદોબસ્ત સાંભળ્યો હતો







