MORBI:મોરબીના લીલાપર કેનાલ રોડ પર.હ્યુન્ડાઈ ક્રેટા કારમાં આગ લાગી
MORBI:મોરબીના લીલાપર કેનાલ રોડ પર.હ્યુન્ડાઈ ક્રેટા કારમાં આગ લાગી
મોરબીના લીલાપર કેનાલ રોડ પર હ્યુન્ડાઈ ક્રેટા રજી. નં. જીજે-૩૬-એલ-૦૦૧૯ કારમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડે તરત જ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો.
મોરબીના લીલાપર કેનાલ રોડ પર ગત રોજ રાત્રીના સમયે રોડ ઉપર પસાર થઈ રહેલ હ્યુન્ડાઈ ક્રેટા કારમાં અચાનક આગ લાગી હતી. જેથી કાર ચાલક હિતેષભાઈ પટેલ સમય સુચકતા વાપરી કારની બહાર નીકળી ગયા હતા, ત્યારે ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તત્કાળ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગવાને કારણે ક્રેટા કારમાં વધુ માત્રામાં નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ બેટરીમાં શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.