MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને નજરબાગ ના સંયુક્ત ઉપક્રમે લા.બાલુભાઈ પાંચોટીયાનો જન્મદિવસની સેવા દિવસ તરીક ઉજવ્યો

MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને નજરબાગ ના સંયુક્ત ઉપક્રમે લા.બાલુભાઈ પાંચોટીયાનો જન્મદિવસની સેવા દિવસ તરીક ઉજવ્યો
લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ ના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી સભ્ય લાયન બાલુભાઈ પાચોટિયા સાહેબના જન્મ દિવસને સેવા દિવસ તરીક ઊજવણી કરતા લાયન્સ નગર પા.શાળા, સોઓરડી ખાતે સ્કૂલના 250 જેટલા બાળકોને સ્કૂલ કીટ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ તરફથી દરેક બાળકોને યુનિફોર્મ આપી ,કેક કાપી દરેક બાળકોને નાસ્તો કરાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ના પ્રમુખ હરખજીભાઈ સુવારીયા તરફથી પોતાના વક્તવ્ય માં જણાવેલકે તેમના પરિવાર તરફથી સેવાના કામમાં પોતાનું આર્થિક યોગદાન હર હંમેશા આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત સૌએ આભારની લાગણી વ્યક્ત કરેલ. આ કાર્ય કામમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ના પૂર્વ ફસ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી રમેશભાઈ રૂપાલા એ જણાવ્યું કે સમાજ અને સમાજના દાતાઓ થકીજ સેવાકીય સંસ્થા,ઊજળી હોય છે ત્યારે પ્રમુખશ્રીનો સંસ્થા વતી અને સ્કૂલ પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. ઉપસ્થિત ઝોન ચેરમેન અને ક્લબના સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજા એ લાયન બાલુભાઈ પાચોટિયાને સંસ્થા વતી જન્મ દિવસની શુભેરછા, શુભકામના પાઠવેલ.આ કાર્ય ક્રમમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ લા.એ.એસ. સુરાણી,લા.મણિલાલકાવર,લા.એપી.કાલરીયા,લા.ગૌતમભાઈકાલરીયા,લા. નાનજીભાઈ મોરડીયા હાજર રહેલ .સ્કૂલ પરિવાર વતી સ્કૂલના આચાર્ય રંજનબેન ભટાસણા એ સ્કૂલના પૂર્વ શિક્ષક બાલુભાઈ પાંચોટિયા ને જન્મ દિવસની શુભેરછા સાથે સંસ્થાનો આભાર વ્યક્ત કરેલ.તેમ પૂર્વ પ્રમુખ ટી.સી ફૂલતરિયાએ જણાવેલ.








