તા.૧૯.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકા કક્ષાનો વિશ્વ સિકલસેલ દિવસ જામ્બુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એકલવ્ય ગર્લ્સ સ્કૂલ ગાંગરડા ખાતે ઉજવાયો
આજ રોજ ગરબાડા તાલુકાના જામ્બુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તાર માં માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી. ડૉ.ઉદય ટીલાવત અને જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી, ડૉ નયન જોષી ,તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ગરબાડા ડૉ અવિનાશ ડામોર ના માર્ગદર્શન હેઠળ તારીખ 19.6.2025 ના રોજ વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણીના એકલવ્ય ગર્લ્સ સ્કૂલ EMRS, ગાંગરડા ખાતે કિશોરીઓ માટે સિકલસેલ એનિમિયા અંગે આઇ.ઈ.સી એક્ટિવિટી કરવામાં આવી તેમજ કિશોરીઓ નું સિકલસેલ એનિમિયાનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. 90 કિશોરીઓ નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેમાં 4 પોઝિટિવ આવ્યા જેમને વધુ નિદાન અર્થે તાલુકા કક્ષાએ રિફર કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શનથી તેમજ તાલુકા કક્ષાએથી આર.બી.એસ.કે ટીમ અને સિકલસેલ એનિમિયા પ્રોગ્રામના તમામ કાઉન્સેલર, એડોલેસન્ટ હેલ્થ કાઉન્સિલર , કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હાજર રહી આઈ.ઈ.સી અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું.