
ધોળકા ના કલિકુંડ વિસ્તાર માં સરોડા રોડ ઉપર આવેલ દ્વારકાપુરી સોસાયટી ના પાછળ ના વિસ્તાર માં જાહેર માર્ગ ઉપર લાંબા સમય થી ગટરનાં પાણી ઉભરાતા પાછળ ના ભાગના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે સોસાયટી ના રહીશોએ મફલીપુર ઝોનલ ઓફિસ નગરપાલિકા માં અને રાજકીય અગ્રણીઓને અનેકવાર મૌખિક અને લેખિત રજુઆત કરી છે. તેમ છતાં આ સમસ્યાનો હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી.
દરરોજ ગટર ના પાણી ઉભરાઈ ને રોડ આવે છે તેના લીધે રોડ ઉપર ગદકી થાય છે પાછળ ના ભાગ માં રહેતા રહીશો ચાલતા જવા માં અને વાહન લઈ ને જવામાં મૂશ્કેલી વેઠવી પડે છે.
ગદકી ના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે આ ગંદાપાણી ના લીધે રોગચારો ફાટી નીકળે રહીશો બીમાર પડે તેના માટે કોણ જવાબદાર રસ્તા પર ઉભરાતા ગટર ના દુષિત પાણી ની સમસ્યા નો કાયમી નિકાલ આવે તેવી સ્થાનિક રહીશો મા માંગ ઉઠી છે
આ સોસાયટી A ગ્રેડ વિસ્તાર માં આવે છે.








