DAHODGUJARAT

દાહોદ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્કાર એડવેન્ચર દ્વારા આર.એફ.ઓ.ની ઉપસ્થિતમાં ઉજવણી કરાઈ

તા.૦૪.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્કાર એડવેન્ચર દ્વારા આર.એફ.ઓ.ની ઉપસ્થિતમાં ઉજવણી કરાઈ

તા.૦૫ જૂન ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. તેના ભાગરૂપે સંસ્કાર એડવેન્ચર દાહોદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાલાલ જાદવજી પ્રાથમિક શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બાળકોને વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી. જેમાં દાહોદ નજીક આવેલ રામપુરા ઘાસ મેદાન વિશેની માહિતી, પક્ષીઓ, સાપ ની વાઈડ લાઈફ સહિતની માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે જાગૃત કરવા વૃક્ષ લગાવવા માટેની સમજણ પૂરી પાડી હતી. આ સમર કેમ્પ દરમિયાન દાહોદના આરએફઓ અજય બારીયા તેમજ વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આવેલ તમામ બાળકોને પર્યાવરણ વિશે જન જાગૃતિ માટેની માહિતી આપવામાં આવી હતી. આરએફઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગથી થતી અસરોને લઈને માહિતી આપવામાં આવી. બાળકો દેશનું ભવિષ્ય હોવાથી વિદ્યાર્થીઓને પર્યાવરણનું જતન કરવા અને કરાવવા અપીલ કરાઈ હતી ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રામપુરા ઘાસ મેદાનમાં વર્ષ દરમિયાન થતી એક્ટિવિટીને લઈને માહિતી આપી હતી. આ વેળાએ સંસ્કાર એડવેન્ચરના ઘનશ્યામભાઈ સોલંકી, સંજુભાઈ બામણીયા, મનીષ જૈન ફાતેમા ગુલામઅલી સહિતની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!