TANKARA:ટંકારાના ધ્રૂવનગર નજીક યુવક ઉપર એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો
TANKARA:ટંકારાના ધ્રૂવનગર નજીક યુવક ઉપર એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો
ટંકારા તાલુકાના મેઘપર ઝાલાના ગામે રહેતા યુવકે પંદર દિવસ પહેલા હડમતીયા ગામ ખાતે યોજાયેલા પાલનપીર મંદિરના મેળામાં આરોપીની ફોર વ્હીલ જવા દિધેલ ન હોય જેનો ખાર રાખી ટંકારા ધ્રૂવનગર વચ્ચે આરોપીએ યુવકને કહેલ મારી કાર તે કેમ જવા ન દિધી તે બાબતનો ખાર રાખી યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા દિનેશભાઇ ખેંગારભાઈ ગોહેલ (ઉ.વ.૩૫) એ આરોપી રવજીભાઈ પોલાભાઈ રાણવા રહે. ધ્રુવનગર ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આજથી આશરે પંદર દિવસ પહેલા હડમતીયા ગામ ખાતે પાલનપીર મંદિરના મેળામાં આરોપીએ ફરીયાદીને કહેલ કે મારી ફોરવ્હીલ કાર તે કેમ જવા ન દીધી તે બાબતનો ખાર રાખી ફરીયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીને માથા ભાગે કપાળે લોખંડના પાઇપના ટુકડા વડે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.