હાલોલ ની વી.એમ.ઇંગ્લીશ મીડીયમ શાળાના બાળકો વડોદરાની કરાટે ૨૦૨૪-૨૫ સ્પર્ધામા ઝળક્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૮.૨૦૨૪
ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત (૧૧ ઓહત્સુકા કરાટે કપ ૨૦૨૪-૨૫) માં વડોદરા ખાતે કોમ્પિટિશન યોજાઈ હતી.જેમા વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો.જેમાં હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વી.એમ.ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના બાળકોએ પણ ભાગ લીધો હતો.જેમા વી.એમ. શાળાના ૪ બાળકો અગ્રતા ક્રમે આવ્યા હતા.બીજા ક્રમે અંશી શાહ- (underweight-25)તેમજ ત્રીજા ક્રમે ત્રણ બાળકો જેમા મહર્ષિ ચૌહાણ- (underweight-35) અને ,મકરાણી તુહેરઅલી સદામહુસેન- (underweight-30) , પુષ્ટિ પ્રતીક દરજી- (underweight-20)બાળકો જીત્યા હતા તેઓને બ્રોંઝ મેડલ અને સર્ટિફિકેટ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.હાલોલ ની વી.એમ.ઈંગ્લીશ મીડીયમ શાળાનું નામ રોશન કર્યું હતું.અને વાલીઓ તેમજ શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને શાળાના ટ્રેનર શિક્ષક દુષ્યન્ત જોશી દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં તાલીમ આપી આ બાળકોને પર્ફોમન્સ માટે તૈયાર કર્યા તે બદલ વાલીઓએ દુષ્યન્ત જોશી નો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર શાળા પરિવારે આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉત્તરોઉતર પ્રગતિ કરે તેવી શુભચ્છાઓ પાઠવી હતી.








