HALVAD:હળવદની દેવળીયા ચોકડી નજીક આધેડે ગાળો બોલવાની ના પાડતાં એક શખ્સે આધેડને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
HALVAD:હળવદની દેવળીયા ચોકડી નજીક આધેડે ગાળો બોલવાની ના પાડતાં એક શખ્સે આધેડને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
હળવદની દેવળીયા ચોકડી થી આગળ સુરવદ વાળા રોડ પર આધેડ ગાડી લઈને જતા હોય ત્યારે સાયકલ વાળાને તારવવા જતા ગાડી રોંગ સાઈડમાં લીધેલ હોય ત્યારે એક શખ્સે સામેથી બાઈક લઈને આવતો હોય જેઓએ આધેડને ગાળો બોલતા આધેડે ગાળો બોલવાની ના પાડતાં શખ્સે આધેડને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા લલીતભાઈ હરખજીભાઈ ભોરણીયા (ઉ.વ.૪૬) એ આરોપી રાજેશભાઈ દેવાયતભાઈ આહિર રહે. ગામ સુરવદર તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદની દેવળીયા ચોકડી થી આગળ સુરવદ વાળા રોડ પર ફરીયાદી પોતાની ગાડી લઇને રોડ ઉપર જતા હતા ત્યારે એક સાયકલ વાળાને તારવવા જતા ગાડી થોડી રોંગ સાઇડ લીધેલ ત્યારે આરોપી સામેથી પોતાનુ મોટરસાયકલ લઇને આવતા હોય જેઓએ ફરીયાદીને ગાળો બોલતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.