GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વાવડી રોડ પર સોસાયટીમાં તીનપત્તિનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો.

MORBI:મોરબીના વાવડી રોડ પર સોસાયટીમાં તીનપત્તિનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના વાવડી રોડ કારીયા સોસાયટીમાં આવતા, જ્યાં અમુક લોકો પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા હોય ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ જુગાર રમતા ઇસમોમાં નાસભાગ મચી ગઇ હતી. ગલી-ખાચાનો લાભ લઇ બે ઈસમો નાસી ગયા હતા, જ્યારે એક ઈસમ કેવલભાઈ જયંતીલાલ ભલસોડ ઉવ.૨૯ રહે.વાવડી રોડ ભક્તિનગર-૨ મોરબી વાળાને પકડી લેવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આર્યનભાઈ ભલાભાઈ ખીટ રહે. વાવડી રોડ ભગવતીપરા મોરબી તથા યશભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ રહે.વાવડી રોડ ગાયત્રીનગર મોરબી નાસી જતા પોલીસે તે બન્નેને ફરાર દર્શાવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૬,૩૦૦/- કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.









