GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નીચી માંડલ ગામ નજીક પાનની દુકાનમાંથી નશાકારક ગોગો સ્ટીકના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના નીચી માંડલ ગામ નજીક પાનની દુકાનમાંથી નશાકારક ગોગો સ્ટીકના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી નીચી માંડલ ગામની સીમમાં આવેલ પાનની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીકનું વેચાણ કરતા ઈસમને ઝડપી લઈને પોલીસે ૩૫ સ્ટીકનો જથ્થો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ નશાકારક ગોગો સ્ટીક વેચાણ અટકાવવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે નીચી માંડલ ગામની સીમમાં મોરબી હળવદ રોડ પર આવેલ શિવ કોમ્પ્લેક્ષમાં રાધે પાનની દુકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી રાધે પાનની દુકાનમાંથી નશાકારક ગોગો સ્ટીક નંગ ૩૫ નો જથ્થો જપ્ત કરી આરોપી વિપુલ વનજીભાઈ કૈલા (ઉ.વ.૩૫) રહે ઉમા રેસીડેન્સી, ઘૂટું રોડ મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે







