MORBI:મોરબી રામદેવ હોટલ પાસેથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો




MORBI:મોરબી રામદેવ હોટલ પાસેથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસની ટીમ જ્યારે જેતપર રોડ પર પેટ્રોલીંગ અને વાહન ચેકિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે નીકળેલા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી તાલુકા પોલીસની ટીમ મોરબી થી જેતપર રોડ ઉપર આવેલી રામદેવ હોટલની સામે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન જેતપર બાજુથી એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને અટકાવી મોટરસાયકલના કાગળો માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.પોલીસ દ્વારા મોટરસાયકલની માલિકી અંગેના પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ તે રજૂ કરી શક્યો નહોતો અને માલિક બાબતે પણ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. આથી, આ મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા પોલીસે કડક વલણ અપનાવ્યું હતું.પકડાયેલ આરોપી વિજયભાઈ બંસીભાઇ ભોજવીયા (રહે. ખાખરેચી, તા. માળીયા-મીં) કબ્જે કરેલ મુદ્દામાલ: સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-) પોલીસે શંકાસ્પદ મોટરસાયકલને BNSS કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી છે અને આરોપીની BNSS કલમ-૩૫(૧)ઇ મુજબ અટકાયત કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એ. વાઘડીયા ચલાવી રહ્યા છે.



