MORBI:મોરબીના રાજપર રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

MORBI મોરબીના રાજપર રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના રાજપર રોડ પર આવેલ પોતાના કબજા ભોગવટા વાળા વાડામાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૦૬ કિંમત રૂ. ૧,૧૭,૩૪૨ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા રહે-રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે મોરબી વાળો તેના કબ્જા ભોગવટા વાળા વાડામાં ઈગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે રેઈડ કરતા વાડામાંથી ઇગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૧૦૬ જેની કુલ કી.રૂ,૧,૧૭,૩૪૨/- નો મુદામાલ સાથે આરોપી પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા હાજર મળી આવતા તેમજ માલ મોકલનાર દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે-બિયાવર રાજસ્થાનવાળો હાજર નહી મળી આવતા બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.






