MORBI:મોરબી જૂના ઘુંટુ રોડ પરથી વિદેશી દારૂના બે ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

MORBI:મોરબી જૂના ઘુંટુ રોડ પરથી વિદેશી દારૂના બે ચપલા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી: શહેરના બી ડિવિઝન પોલીસ મથકની ટીમ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન જૂના ઘુંટુ રોડ પરથી એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ જ્યારે જૂના ઘુંટુ રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે કનૈયા પાન પાસે એક યુવક શંકાસ્પદ હાલતમાં થેલી લઈને ઉભેલો જોવા મળ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતા થેલીમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો: વિદેશી દારૂ (ગ્રીન લેબલ વ્હિસ્કી) ૧૮૦ મીલી.ની ૨ નંગ બોટલ (ચપલા)
પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે જે શખ્સની ધરપકડ કરી છે તેની વિગત નીચે મુજબ છે,કીર્તિભાઈ જયંતીભાઈ વરાણીયા ઉંમર: ૨૩ વર્ષ રહેઠાણ: ત્રાજપર ખારી, મોરબી-૨
બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને કસ્ટડીમાં લીધો છે અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









