AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં જંગલમાં સર્પ જેવી આકાર ધરાવતી ઔષધીય વનસ્પતિ અજગરી જોવા મળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લો વિવિધતા ધરાવતો પ્રદેશ છે.અહી ઔષધીય વનસ્પતિનો ખજાનો ભરેલો છે.ત્યારે વળી ચોમાસાની ઋતુની શરૂઆત થાય ત્યારે જુદા જુદા પ્રકારના ફુલો, ફળ અને પર્ણની વિવિધતા ધરાવતી વનસ્પતિની પ્રજાતિ જોવા મળે છે. ત્યારે સાપુતારા ઘાટમાં માલેગામ પાસે દેવાંગભાઈ ને જંગલમાં ફરતા ફરતા સાપ આકારની વનસ્પતિ જોવા મળી હતી. દૂરથી એવું લાગે કે કોઈ સાપ ફેણ મારતો બેઠેલો છે એવું લાગે છે.ટોચનો ભાગ પડદાના આવરણની બહાર દોરી જેવો દેખાય છે, જે સાપની જીભ જેવો થોડો સરખાવે છે.તેને સાપ કા મક્કા તરીકે પણ ઓળખાય છે.ત્યારે  ડાંગ જિલ્લાની એકમાત્ર પેરેડાઇઝ ડાંગ સંસ્થાનાં અમિતભાઈ રાણાને આ વનસ્પતિ  વિશે જાણકારી આપી કે તે ઔષધીય વનસ્પતિ ગુજરાતીમાં અજગરી તરીકે ઓળખે છે. જેનું વૈજ્ઞાનિક નામ Arisaema Tortuosm તરીકે ઓળખાય છે. તેને વ્હીપકોર્ડ કોબ્રા લિલી તરીકે પણ ઓળખાય છે. એરેસી પરિવારની એક વનસ્પતિ પ્રજાતિ છે.એરિસેમા ટોર્ટુઓસમ ગુજરાતમાં માત્ર ડાંગના ખીણ તેમજ પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. તે વારંવાર વાંસની ઝાડીઓ નીચે પણ જોવા મળે છે જે વરસાદની ઋતુમાં જોવા મળે છે.ભારતમાં પશ્ચિમ કાશ્મીરથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીના પ્રદેશમાં હિમાલયમાં  ૧૫૦૦-૪૫૦૦ મીટરની ઊંચાઈ પર તેમાં જે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં  ઉગતા જોવા મળે છે.અમિત રાણાએ જણાવ્યું હતું કે આ છોડ પશ્ચિમ ઘાટ ના વિસ્તારોમાં જોવા મળે છે ત્યારે આ ડાંગ જિલ્લામાં જૂન મહિનામાં વરસાદની શરૂઆતમાં આ ઔષધીય વનસ્પતિના છોડ 4 ફૂટ ઊંચા જાડા માંસલ પાંદડી તરીકે બહાર આવે છે. જે નાના પાંદડાઓથી સજ્જ હોય છે જે લીલા રંગના હોય છે અને ટોચની નજીક ગોઠવાયેલા હોય છે.
વરસાદના અંતે તેના ફળો અપરિપક્વ અવસ્થામાં લીલા હોય છે અને પાક્યા પછી તેજસ્વી લાલ થઈ જાય છે.શિયાળાની શરૂઆતમાં ગુચ્છાદાર ફળો શરૂઆતમાં લીલા જોવા મળે છે તે પાકીને લાલ રંગના થાય છે.આ છોડ મોટા ગુચ્છામાં ઉગે છે.એરિસેમા ટોર્ટુઓસમનો  ઉપયોગ પરંપરાગત દવાઓમાં વિવિધ રોગો, પેટનો દુખાવો, સંધિવા, કૂતરાના કરડવા, યકૃતના રોગોની સારવાર માટે થાય છે.તેનો મૂળનો ઉપયોગ પશુઓના કૃમિ માટે દવા તરીકે થાય છે..

Back to top button
error: Content is protected !!