દાહોદ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટના ગુલ્હામાં સંડોવાયેલા અન્ય ત્રણ જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી લૂંટમાં ગયેલ ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરી
Dahod:દાહોદ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટના ગુલ્હામાં સંડોવાયેલા અન્ય ત્રણ જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી લૂંટમાં ગયેલ ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કર્યું દાહોદ શહેરમાં એક સપ્તાહ પહેલા બે મોટરસાયકલ પર આવેલા છ જેટલા ઈસમોએ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.46 કરોડની લૂંટ કરી નાસી ગયા હતા. આ સનસનાટી ભરી લૂંટની ઘટનામાં પોલીસે અત્યાર સુધી ચાર જેટલા આરોપીઓની અટકાયત કરી ૮૦ ટકા જેટલી લૂંટમાં ગયેલ રકમ ની રિકવરી કરવામાં આવી હતી ત્યારે આજરોજ આ ગુલ્હામાં સંડોવાયેલા અન્ય ત્રણ જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી લૂંટમાં ગયેલ સો ટકા મુદ્દામાલ રિકવર કરી કુલ અત્યાર સુધી સાથ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે જ્યારે હવે એક આરોપી જે સમગ્ર બનાવવાની રેકી કરનાર હતો તેની પણ પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.દાહોદ શહેરના એપીએમસી વિસ્તારમાં એક સપ્તાહ પહેલા આંગડિયા પેઢીના રોકડા રૂપિયા 1.41 કરોડ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.47 કરોડ નો મુદ્દામાલ લઈ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ આ મુદ્દામાલ થેલાઓમાં ભરી દાહોદ શહેરના અનાજ માર્કેટ વિસ્તાર ખાતેથી ટુ-વ્હીલર ગાડી પર પસાર થઈ રહ્યા હતા તેવા સમયે બે મોટરસાયકલ પર આવેલા છ જેટલા લુટારોએ આંગડિયા પેઢીના બંને કર્મચારીઓને માર મારી 1.47 કરોડનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડાને સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદની તમામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે થોડા દિવસ પહેલા ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલ 80% મુદ્દામાલ કબજે કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અને અન્ય આરોપીઓના પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ લૂંટના બનાવવામાં પોલીસે આજરોજ વધુ ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જેમાં જીગ્નેશ હઠીલા, અવિનાશ પલાસ અને અર્જુન અમલીયાર આ ત્રણે આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આમ કુલ અત્યાર સુધી સાત આરોપીઓને ઝડપી પાડી લૂંટમાં ગયેલ ૧૦૦ ટકા મુદ્દામાલ એટલે કે 1.47 કરોડનો સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે લૂંટની ઘટનાની રેકી કરનાર અન્ય એક આરોપી હાલ ફરાર છે અને તેના પણ પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
«
Prev
1
/
166
Next
»
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
MORBI JETPAR : ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાએ જાતે જ આંદોલન છાવણી છોડી!