MORBI:મોરબીમાં રિસામણે રહેલ પરિણીતા પોતાના દિકરાને રમાડવા પતિના ઘરે આવતા, પતિ-સસરા દ્વારા હુમલો કર્યો

MORBI:મોરબીમાં રિસામણે રહેલ પરિણીતા પોતાના દિકરાને રમાડવા પતિના ઘરે આવતા, પતિ-સસરા દ્વારા હુમલો કર્યો
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ રેલનગર બી -૨-૦૨ શ્યામા સ્કાયલાઇફમા રહેતા નીશાબેન ધીરેનભાઈ માકાસણા (ઉ.વ.૩૦) એ આરોપી ધીરેનભાઇ ભુદરભાઇ માકાસણા તથા ભુદરભાઇ માકાસણા રહે, બંન્ને પંચાસર રોડ સનરાઇજ વીલા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીનો દીકરો તેમના પતિ સાથે રહેતો હોય અને ફરીયાદી તેમના દિકરાને રમાડવા માટે તેમના માતા સાથે ગયેલ હોય ત્યારે ફરિયાદીના સસરા ભુદરભાઇએ ફરીયાદીને તથા તેમના માતાને ભુંડાબોલી ગાળો આપેલ હોય તેમજ ફરીયાદીના પતિએ ફરીયાદી સાથે ઝપાજપી તથા ઝગડો કરી મોઢાના ભાગે ધકકો મારી નીચે પાડી દેતા ફરીયાદીને નાક ઉપર ફેકચર જેવી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨),૩૫૨ તથા ૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







