MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ સેવા મંડળ ના આગેવાનો દ્વારા બિનવારસી મૃતદેહો સહીત અન્ય દીવંગતો ના અસ્થિઓનું સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવશે

MORBI:મોરબી જલારામ સેવા મંડળ ના આગેવાનો દ્વારા બિનવારસી મૃતદેહો સહીત અન્ય દીવંગતો ના અસ્થિઓનું સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવશે

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.જે લોકો પોતાના દીવંગતો ના અસ્થિ વિસર્જન કરી શકેલ ન હોય તેઓએ તા.૨૫-૧ સુધી માં વિવિધ સ્મશાને સંસ્થા દ્વારા મુકવા માં આવેલ અસ્થિ કુંભ માં અસ્થિઓ પધારવવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
હીન્દુ ધર્મ ની પરંપરા દીવંગતો ના મોક્ષાર્થે અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા તા.૨૬-૧ સોમવાર ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે. તા.૨૫-૧ રવિવાર ના રોજ મોરબી ના તમામ સ્મશાને થી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવા મા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે.

Back to top button
error: Content is protected !!