MORBI:મોરબી જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ: ૧૫-૧૦-૨૦૨૫ ને બુધવાર ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે, મોરબી. નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જયશ્રીબેન વાઘેલા દ્વારા જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ નિમિત્તે એક સેવાકીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ
આ કેમ્પમાં ડાયાબિટીસ તથા બી.પી.નું નિદાન નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું .આ નિદાન ડૉ.ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું તેમજ જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરિવાર તરફથી:*૩ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી તેમજ તાવ, શરદી, ઉધરસ ચેક કરી આપવામાં આવ્યું હતું, તેમજ દર્દીને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ કેમ્પ નો 80 થી વધુ લોકો એ લાભ લીધો હતો
જયસુખભાઈ ભાલોડીયા ના (સૌજન્ય શ્રી) દ્વારા હાથ પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વાના દર્દીને પોઈન્ટ આપી ફ્રી સારવાર આપવામાં આવી હતી તેમજ આવાસ પ્રધાનમંત્રી યોજના ના સરકારી દવાખાના ના ડૉક્ટર હીમાંશુભાઈ રાંકજા દ્વારા દર્દીઓ ને ફ્રી ચેકઅપ કરી આપવામાં આવ્યુ હતું તેમજ દેવયાની બહેને હેલ્પર તરીકે સેવા આપી હતી
આ કેમ્પ માં ટ્રસ્ટ ના ઉપપ્રમુખશ્રી કપિલભાઈ રાઠોડ,ખજાનચી સાગરભાઈ વાઘેલા, ટ્રસ્ટીઓ જયશ્રીબેન રાઠોડ, આરતીબેન રત્નાની, દીપકભાઈ પરમાર,તેમજ જાગાસ્વામી મિત્ર મંડળ ના પ્રમુખશ્રી ઇશ્વરભાઈ રાઠોડ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી ટ્રસ્ટ થકી એક સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈ પણ ની લગ્નતિથી, જન્મતિથિ કે મરણ તિથિ કે કોઈ પણ સારા નરસા પ્રસંગે આવા કેમ્પ નું આયોજન કરો અને સેવા ના આવા કાર્યો માં તમે લોકો પણ સહભાગી થાવ અમે ટોટલી કેમ્પ નું આયોજન કરી આપશુ અને તેમાં અમારા ટ્રસ્ટ નો સાથ સહકાર જોઈતો હોય તો અમારો સંપર્ક કરી શકો છો ….જયશ્રીબેન વાઘેલા 7016707020 ,કપિલભાઈ રાઠોડ 88666 06160