GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિરામિક ઉદ્યોગકારો અને ગુજરાત ગેસ વચ્ચે બેઠક: ગેસના ભાવ અને નિયમોમાં મોટી રાહત મળવાના સંકેત

 

MORBI:મોરબી સિરામિક ઉદ્યોગકારો અને ગુજરાત ગેસ વચ્ચે બેઠક: ગેસના ભાવ અને નિયમોમાં મોટી રાહત મળવાના સંકેત

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે લાંબા સમયથી ચાલી રહેલી ગેસ સપ્લાય અને ભાવની સમસ્યાઓનો અંત આવે તેવા સુખદ સંકેતો મળી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ અને મોરબી સિરામિક એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

 

​આ બેઠકમાં ગુજરાત ગેસના એમડી અવંતિકા સિંહ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી સિરામિક એસોસિએશન તરફથી પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, નરેન્દ્રભાઈ સંગાત, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણીએ ઉદ્યોગકારોના પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી હતી.
​બેઠકના મુખ્ય મુદ્દાઓ અને હકારાત્મક પ્રતિસાદ
​બેઠક દરમિયાન ઉદ્યોગના હિતમાં નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી: ગેસ કંપનીએ ભાવ ઘટાડા અંગે પોઝિટિવ અભિગમ દાખવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી 15 એપ્રિલના રોજ ફરી એક બેઠક યોજાશે, જેમાં ભાવ ઘટાડા અંગે આખરી નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતા છે. ઉદ્યોગકારોને આર્થિક તરલતામાં મદદ મળે તે હેતુથી બિલિંગ સાઇકલ 5 થી 7 દિવસ કરવા માટે કંપનીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
​MGO નિયમમાં ફેરફાર: અત્યાર સુધી 100% MGO (Minimum Guaranteed Offtake) વપરાશનો જે કડક નિયમ હતો, તેમાં રાહત આપીને 80-85% વપરાશ માન્ય રાખવા બાબતે કંપનીએ સંમતિ દર્શાવી છે.ગુજરાત ગેસ સાથેની આ સફળ બેઠક બાદ, હવે સિરામિક એસોસિએશનની કમિટી આવતા અઠવાડિયે નવી દિલ્હીની મુલાકાત લેશે. ત્યાં સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.જો આગામી 15મી તારીખની બેઠકમાં ભાવ ઘટાડા પર મહોર વાગશે, તો મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી એકવાર વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે.

Back to top button
error: Content is protected !!