આણંદમાં 1500 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું.
આણંદમાં 1500 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું.
તાહિર મેમણ – આણંદ – 08/01/225 – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી જાહેર માર્ગો પરના ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર દબાણો, હોર્ડિંગ,બોર્ડ દૂર કરવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.આ કામગીરીના ભાગરૂપે મનપા એસ્ટેટ વિભાગ દ્વારા 43 લોકોને નોટીસ આપવામાં આવી છે.આ પેટે રૂ.4.01લાખનો વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપાના સેનિટેશન વિભાગ દ્વારા મનપા વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા લોકો સામે તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરતા દુકાનદારો સામે વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે.
સેનેટરી ટીમ દ્વારા આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ ચકાસણી હાથ ધરી અત્યાર સુધીમાં 1503 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જપ્ત કરી રૂ.1,11,700/- તથા જાહેરમાં ગંદકી કરતા લોકો સામે જરૂરી કાર્યવાહી કરી રૂ.82500/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે