GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ

MORBI:મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ

 

 

આયુષ મંત્રાલય- ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક ગત તા.૨૧-૦૩-૨૦૨૫ ના રોજ ૧૧:૩૦ કલાકે કલેકટરશ્રી કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીએ જિલ્લા પંચાયતની મોરબી આયુર્વેદ શાખા હેઠળ આવતા આયુર્વેદ, હોમિયોપેથી દવાખાનાઓ તથા મેડીકલ ઓફિસર દ્વારા કરવામા આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી. મોરબી જિલ્લામાં હાલ ૧૧ આયુર્વેદ દવાખાના અને ૬ હોમીયોપેથી દવાખાનાઓ કાર્યરત છે.

આ બેઠકમાં કલેકટરશ્રીએ આયુષનો વ્યાપ-વિસ્તાર વધારવા વિસ્તૃત માહિતી તથા સૂચના આપી હતી. આ પ્રસંગે આયુર્વેદ વિભાગ દ્વારા તૈયાર કરેલ આયુષ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું તથા નેશનલ આયુષ મિશન દ્રારા ચાલતી વિવિધ પ્રવ્રુતિ તથા ખર્ચ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.સી.ભટ્ટ, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવિણ વડાવિયા તથા જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ તથા મેડીકલ ઓફીસરશ્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!