BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ વિધિવત પદભાર સંભાળ્યો, ઔદ્યોગિક નગરીમાં હશે અનેક પડકાર !

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવમાં આવી હતી.

ભરૂચ કલેકટરની થઈ હતી બદલી
તુષાર સુમેરાની રાજકોટ બદલી થઈ હતી
ભરૂચ કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો અધિકારી-કર્મચારીઓએ પાઠવી શુભકામના
નવા કલેકટર સામે હશે અનેક પડકારો

ભરૂચના કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવમાં આવી હતી. તાજેતરમાં જ રાજ્યમાં અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે ત્યારે આજરોજ ગૌરાંગ મકવાણાએ ભરૂચ કલેકટર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારે હવે તેઓ ભરૂચ કલેકટર તરીકે ફરજ બજાવશે. ઔદ્યોગિક નગરી એવા ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે.

Back to top button
error: Content is protected !!