ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ અધિક્ષક હસ્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ અધિક્ષક હસ્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું.જેમાં શસ્ત્રો,અશ્વદળ અને શ્વાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ અને પોલીસ કર્મીઓની ઉપસ્થિતમાં પૂજા અર્ચના કરાઈ હતી.
વિજયા દશમીનો દિવસ જે અસત્ય ઉપર સત્યના વિજયના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે મોટા વિજયનો સંબંધ છે,આજના દિવસે માં દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્ય પર વિજય મેળવ્યો તેમજ ભગવાન શ્રીરામ દ્વારા રાવણનો વધ કર્યું હતું.જેથી આજના દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે.આજના દિવસે શક્તિ રૂપ શસ્ત્રોનું પૂજન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે.ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે પણ વિજયા દશમી નિમત્તે એસપી મયુર ચાવડાના હસ્તે શસ્ત્રો,અશ્વદળ અને શ્વાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
જેમાં હેડ કવાટર્સ ડીવાયએસપી એસ.એસ. ગાંગુલી,સહિતના પ્રોબેશલ ડીવાયએસપી, LCB પીઆઈ મનીષ વાળા સહિતદરેક પોલીસ મથકના પીઆઇ,પીએસઆઇ અને પોલીસ જવાનો ઉપસ્થિત થયા હતા.એસ.પી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે,પોલીસ પરિવાર શસ્ત્રોની મદદથી સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો ઉપર વિજય મેળવી લોકોને સુરક્ષા પ્રદાન કરવા શક્તિ અને મનોબળ મળી રહે છે.આવનારા દિવસોમાં દેશ અને જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલ બની રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.




