MORBI:મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે નાયબ કમિશનર ના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે નાયબ કમિશનર ના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકાના A.N.C.D. શાખા દ્વારા ૦૮ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે નાયબ કમિશનરશ્રી ના અધ્યક્ષ સ્થાને મીટીંગ નું આયોજન કરેલ અને તે મીટીંગ માં નાયબ પશુપાલન નિયામકશ્રી, વેટેનરી ઓફિસરશ્રી, A.N.C.D. શાખા ના શાખાઅધ્યક્ષ તેમજ મોરબી તાલુકાના ૧૭ ગૌશાળા ના સંચાલકો હાજર રહ્યા હતા. તેમાં અંદાજીત ૨૫૦ પશુ ને રાખવા માટેની બાહેંધરી મળેલ હતી. માર્ચ ૨૦૨૫ થી ડીસેમ્બર ૨૦૨૫ સુધી માં અંદાજીત ૨૦૩૦ પશુ પકડેલ છે. આ ઉપરાંત ૧૨૫૪ પશુઓનું RFID તથા tagging કરેલ છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા તથા પેટ ડોગ માલિકો ને પોતાના રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત Teg અને RFID લગાવીને મોરબી જીલ્લાની વિવિધ ગૌશાળા તથા પાંજરાપોળમાં પશું મોકલેલ છે. અને હાલ માં પણ પશુ પકડવાની કામગીરી ચાલુ ७.







