MORBI:મોરબીમાં ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે માનસિક આરોગ્યની શિબિર યોજાઈ

MORBI:મોરબીમાં ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે માનસિક આરોગ્યની શિબિર યોજાઈ
મોરબીમાં અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા આયોજિત શિબિરમાં મનોચિકિત્સક દ્વારા છાત્રોને માર્ગદર્શન અપાયું
મોરબીમાં અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, મોરબીમાં રહીને અભ્યાસ કરતા છાત્રોને યુવા, અને વિદ્યાથી અવસ્થામાં પરીક્ષા કે વ્યકિતગત માનસિક આરોગ્યને લગતા પ્રશ્નો બાબતે તેઓની મુંજવણ દૂર થાય અને યોગ્ય જાણકારી કે માર્ગદર્શન મળી રહે તેમજ છાત્રોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મોરબી સિવિલ હોસ્પીટલના મનોચિકિત્સક ડૉ.વિશાલ ભટ્ટએ છાત્રો સાથે હતાશા, તણાવ, ચિંતા, અંજમપો, વિગેરે માનસિક આરોગ્યના મુંજવતા પ્રશ્નો બાબતે પરામર્શ કરી ઉપચારાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
શિબિર દરમિયાન મોરબી અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રી એ.એમ.છાસીયાએ છાત્રોને કોઈપણ પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ રાખવા પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (હો) ડી.એસ.પીપળીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેવું મોરબી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની યાદીમાં જણાવાયું છે.







