અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
બાયડમાં કૃષ્ણ જન્મોત્સવના દિવસે ડીજેના વિવાદે જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ : લુખ્ખાગીરી કરનાર તત્વો સામે કોઈ કાર્યવાહી ખરી…?
અરવલ્લી જિલ્લાના બાયડમાં કૃષ્ણજન્મોત્સવના દિવસે મોટો હંગામો સર્જાયો હતો. મોડાસા-બાયડ સ્ટેટ હાઇવે પર બે ડીજે સંચાલકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બેફિકરાઈ પૂર્વક હાઇવે પર ઊંચા અવાજે ડીજે વગાડતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાયદા અને વ્યવસ્થા સામે બાયડ પોલિસ સામે અનેક સવાલો ઉભા થયા છે
પ્રાપ્ત માહિતી મુજબ ડીજે સંચાલકો વચ્ચેના વિવાદને કારણે હાઇવે પર જ બે ટોળા આમને સામને આવી ગયા હતા. થોડા જ સમયમાં બંને પક્ષોમાં ઘર્ષણ અને મારામારી શરૂ થઈ ગઈ. જેમાં વિડીયો વાયરલ માં જોઈ શકાય છે હાથમાં લાકડી તેમજ પથ્થરો લઇ પોતે રોષ જમાવતા હોય છે મારામારી થતો વિડિઓ સામે આવ્યો છે આ ઘટનાના વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.
ઘટનાથી હાઇવે પર ટ્રાફિકમાં પણ થોડો સમય અવરોધ સર્જાયો હતો. સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. હાલ બાયડ પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે અને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.જાહેર જગ્યાર લુખ્ખાગીરી કરના સામે કયારે કાર્યવાહી થશે. અને આવા લોકોનો વરઘોડો કાઢી અરવલ્લી જિલ્લામાં દાખલો બેસાડવા માં આવેં તેવી લોકો માંગ કરી રહ્યાં છે. ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી પોલિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. વાત્સલ્યમ સમાચાર વીડિયા વાયરલ ની પૃષ્ટિ કરતુ નથી