MORBI :“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોરબી પોલીસે ખોવાયેલ મોબાઇલ ફોન શોધી મૂળ માલીકને પરત આપવામાં આવ્યા.
MORBI મોરબી પોલીસે ખોવાયેલ મોબાઇલ ફોન શોધી મૂળ માલીકને પરત આપવામાં આવ્યા.
મોરબી સીટી બી ડીવિઝન પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ ૧૩ ખોવાયેલ મોબાઇલ ફોન જેની કુલ કિંમત આશરે રૂ. ૧,૯૩,૦૦૦/- શોધી કાઢી મૂળ માલીકોને એક સાથે પરત આપવામાં આવ્યા છે.
મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના સૂચન મુજબ સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સે. પ્રદીપસિંહ બહાદુરસિંહએ CEIR પોર્ટલના માધ્યમથી અરજદારોના ખોવાયેલ મોબાઇલ માટે એન્ટ્રી કરીને સતત મોનીટરીંગ કરી. ટેક્નિકલ વર્કઆઉટના આધારે સ્ટાફે ખાસ મહેનત દ્વારા ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ સાથે ૧૩ જેટલા આશરે ૧,૯૩,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, મૂળ માલીકોને એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડિવિઝન પોલીસે સાર્થક કરેલ છે.