GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદમાં એસટી બસે આધેડને અડફેટમા લેતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું
Halvad:હળવદમાં એસટી બસે આધેડને અડફેટમા લેતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું
હળવદ થી ધાંગધ્રા જઈ રહેલ એસટી બસે હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે બાઇકને હડફેટે લેતા અજીતગઢ પોતાના ઘરે પરત જઈ રહેલ બાઈક સવાર મનુભાઈ ગોકળભાઇ પટેલ ઉ.વ.૫૫ વાળાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.