GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા જી. કે. હોટલ ખાતે આગનો બનાવ બનતા તંત્ર દ્વારા અંતે મોકડ્રીલ જાહેર કરાઈ.

MORBI:મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા જી. કે. હોટલ ખાતે આગનો બનાવ બનતા તંત્ર દ્વારા અંતે મોકડ્રીલ જાહેર કરાઈ.

 

મોરબી મનપાની ફાયર શાખા એ શાળામાં ૧૫ વિધ્યાર્થીને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી

મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ જી. કે. હોટલના સંચાલક દ્વારા મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી શાખાને હોટલમાં આગ અને પહેલા માળે ગેસ્ટ ફસાઈ ગયેલ હોય રેસ્ક્યુ માટે ઈમરજન્સી કોલ કરતા મોરબી ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થાળ પર પહોંચીને ફાયર ફાઈટીંગ કરીને આગ પર કાબુ મેળવી અને પ્રથમ માળે ફસાયેલ ગેસ્ટને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવેલ. અને અંતમાં તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર કરતા હોટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો.

વધુમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી ટીમ દ્વારા હોટલના સ્ટાફ અને ત્યાં હાજર શહેરીજનોને ફાયર સેફટી વિષે માહિતી તેમજ ટ્રેનિંગ આપવામાં આવી અને કોઈપણ પ્રકારની ઈમરજન્સી સમયે અગ્નિશમન શાખાનો સંપર્ક કરીને નાની મોટી દુર્ઘટના કે આપદા કેવી રીતે નિવારી શકાય તેની જાણકારી આપવામાં આવી.

આ મોકડ્રીલનો હેતુ કોઈપણ જગ્યાએ આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે રિસ્પોન્સ આપવો અને શહેરીજનો એ સુરક્ષા પ્રત્યે જાગૃત રેહવું. આ મોકડ્રીલની કામગીરીથી મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી શાખાએ સજ્જતા અને આધુનિકતાનું પ્રદર્શન કર્યું હતું અને શહેરીજનોએ સુરક્ષાની લાગણી અનુભવી હતી.

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૨૪/૦૨/૨૦૨૬ થી ૦૨/૦3/૨૦૨૬ સુધીમાં ૦૧ શાળામાં ૧૫ વિદ્યાર્થીને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી, કોપ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેનાન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૮૯ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૨ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્સન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

૦૪ રેસ્ક્યુ કોલ તેમજ મોરબીમાં ૦૨ આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ (PPE)આધુનિક સાધનો પહેરીને કામગીરી કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.

Back to top button
error: Content is protected !!