MORBI:મોરબી: પરિણીતાએ પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

MORBI:મોરબી: પરિણીતાએ પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે હાલ પિયરમાં રહેતા એક પરિણીતાએ મોરબીમાં રહેતા પોતાના પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઘરકામ અને કરિયાવર જેવી બાબતોમાં મેણાટોણા મારી મારકૂટ કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગોંડલના પેલેસ રોડ પર આવેલી રાધે કૃષ્ણ શેરીમાં રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (ઉ.વ. ૩૮) ના લગ્ન મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રૂષીકેશ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદભાઈ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન શરૂઆતમાં બધું ઠીક રહ્યા બાદ, સાસરીયા પક્ષ દ્વારા નાની નાની બાબતોમાં ખટરાગ શરૂ કરવામાં આવ્યો હતો.અભિલાષાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પતિ હર્ષદભાઇ મનજીભાઇ કડીવાર, સાસુ ચંપાબેન મનજીભાઇ અને જેઠ જીજ્ઞેશભાઇ મનજીભાઇ દ્વારા તેમને અવારનવાર ઘરકામ બાબતે ટોકવામાં આવતા હતા.કરિયાવર ઓછ લાવ્યા હોવા બાબતે મેણાટોણા મારવામાં આવતા હતા.નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપી મારકૂટ કરવામાં આવતી હતી.
સાસરીયાઓના સતત વધતા જતા ત્રાસથી કંટાળીને અંતે મહિલાએ કાયદાનો આશરો લીધો છે.પોલીસ કાર્યવાહી પરિણીતાની ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.









