GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – MMC દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં વાચક રસિકો માટે પુસ્તકોનો નવો સ્ટોક ઉપલબ્ધ થશે

MORBI – MMC દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં વાચક રસિકો માટે પુસ્તકોનો નવો સ્ટોક ઉપલબ્ધ થશે

 

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં વાચકો માટે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે, મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પુસ્તકાલયમાં પુસ્તકોનો આ નવો સ્ટોક વાચક રસિકો માટે મૂકવામાં આવનાર છે, આ નવા સ્ટોક ની યાદીમાં સાહિત્ય, સામાન્ય જ્ઞાન બાળ સાહિત્ય, નવલકથાઓ પ્રેરણાત્મક કથાઓ, મનોવિજ્ઞાન ને લગતા પુસ્તકો , આ નવી યાદીથી પુસ્તકાલયમાં આવનાર દરેક વ્યક્તિને નવા પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ થશે જેનાથી મોરબી મહાનગરપાલિકામાં વસવાટ કરતા અને વાંચનાલય નિયમિત જતા વ્યક્તિઓને નવા પુસ્તકોના સ્ટોકથી અવનવા પુસ્તકો નું વાંચન મળી રહેશે.


મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પુસ્તકાલય નું સંચાલન કરવામાં આવે છે, જેમાં શ્રીમદ રાજચંદ્ર પુસ્તકાલય, ગ્રીન ચોક પુસ્તકાલય, શ્રી મનસુખલાલ જીવરાજ મહેતા( કેસર બાગ) પુસ્તકાલય નો સમાવેશ થાય છે, આ તમામ પુસ્તકાલયમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ 22,000 જેટલા પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ છે, પરંતુ આ યાદીને વિસ્તૃત કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા વાચકો માટે દરેક લાઇબ્રેરીમાં 200 થી વધુ સાહિત્યના નવા પુસ્તકો નો સ્ટોક ઉપલબ્ધ થશે.નવા પુસ્તકોની યાદીમાં સાહિત્યના પુસ્તકોમાં ચોથી દિવાલ, સારંગ નારંગી ની નવી સફર, અતિ લોભ પાપનું મૂળ, ધમો ધમાલ અને બીજી વાર્તાઓ, મોરના ઈંડા ચીતરવા ના પડે, કથરોટી ગંગા, ઓખા મંડળની લોકકથાઓ, બાળ સાહિત્યમાં હેલ્ધી કિડ્સ, હાસ્ય રામ ,પ્રેરણા, હાસ્ય લેખ ને લગતા પુસ્તકો, પ્રેરણાત્મક કથાઓ તત્વજ્ઞાન ,મનોવિજ્ઞાન, પ્રાયોગિક વિજ્ઞાન ને લગતા પુસ્તકો જેમાં આરોગ્યનો મહાકુંભ, આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, મેઘ ધનુષ્ય ની આત્માનો રંગ, ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ અને સહાયક વિષયો સર્વ સામાન્ય જ્ઞાન ધર્મ તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સામાજિક શાસ્ત્ર સામાન્ય જ્ઞાન ને લગતા પુસ્તકો તેમજ નવલ કથાઓ ધી હાર્ટ ફૂલલનેશ વે, પોઝોટિવ સોચ લાઈફ માં મોજ, સાંકડ, એક વાર્તા કહું ને? જેવા અનેક નવા વિષયો આ નવા પુસ્તકોના સ્ટોકમાં મૂકવામાં આવનાર છે, આધુનિક સમયના લોકપ્રિય લેખકોના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ નવા પુસ્તકોના સ્ટોકથી મોરબી ના રહેવાસીઓને વાંચનની શ્રેણીમાં વધુને વધુ અવનવા પુસ્તકો મળી રહેશે.

Back to top button
error: Content is protected !!