MORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીમાં સ્પા પાર્લર/મસાજ પાર્લરના નિયમન-નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પડાયું

MORBi:મોરબીમાં સ્પા પાર્લર/મસાજ પાર્લરના નિયમન-નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પડાયું

 

 

મોરબી જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં તથા ઔધોગિક વિસ્તારોમાં સ્પા પાર્લર/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા રહેલી હોય છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવા સ્પા પાર્લર/મસાજ પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરવામાં આવે છે અને તે જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે. તેથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી, મોરબી દ્વારા સ્પા પાર્લર અને મસાજ પાર્લરના નિયમન અને નિયંત્રણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

જેમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા પાર્લર/મસાજ પાર્લરોના માલિકો તેમજ આવા સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયા ફરજિયાત રાખવાનું રહેશે. તેમજ ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઑફિસરશ્રીએ રજીસ્ટર નિભાવવાનું રહેશે.

 

આ રજીસ્ટરમાં સ્પા પાર્લર/મસાજ પાર્લર, એકમનું નામ, માલિક/સંચાલકનું નામ, સરનામું, ટેલીફોન નંબર, સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત ફોટો સહિત, તેમનું હાલનું સરનામું, મુળ વતનનું સરનામું, ફોન નંબર, ઘર-ઓફીસ, મોબાઈલ નંબર, જો તેઓ વિદેશી હોય તો તેમના પાસપોર્ટની વિગત, પાસપોર્ટ/વિઝાની નકલ, ક્યા વિઝા પરથી તેઓ ભારતમાં આવેલ છે તેની વિગત, હાલનું સરનામું, ફોન નંબર ઘર-ઓફીસ-મોબાઈલ નંબર સહિતની વિગતો દર્શાવવાની રહેશે.

 

આ ઉપરાંત સ્પા/મસાજ પાર્લર ચલાવનાર/સંચાલકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, કામ કરતા કર્મચારીઓનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સાક્ષીની સહી તથા તેમની સંપૂર્ણ વિગત, સંબંધિત પોલીસ સ્ટેશનના સહી સિકકા અને તારીખ, સ્પા/મસાજ પાર્લર ચલાવનાર/સંચાલકની સહી/ કામ કરતા કર્મચારીની સહી/સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત સાથે રાખવાની રહેશે.

 

આ વિગત કોરા કાગળ પર લખાવવાની રહેશે. સંપૂર્ણ રીતે ફોર્મ ભરીને ભરીને સ્પા/મસાજ પાર્લર જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. સંપૂર્ણ વિગત ભર્યા પછી તેની બે નકલ કાઢવાની રહેશે.

આ બંને નકલ જે-તે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેની એક નકલ રીસીવ સહી સિકકા કરીને પરત આપશે, જે સાચવી રાખવાની રહેશે. સ્પા/મસાજ પાર્લર ચલાવનારે તેનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ/આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ જરૂર પડયે રજુ કરવાનું રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું આગામી તારીખ ૩૧/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ નિયમ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!