હાજી ઉસ્માન ગની પટેલ સ્કોલરશીપ એવોર્ડ સેરેમની વી.સી.ટી. કોલેજ ખાતે યોજાયો



સમીર પટેલ, ભરૂચ
વી.સી.ટી. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે તારીખ 06/02/2025 ને ગુરુવારના રોજ કોલેજમાં “હાજી ઉસ્માનગની પટેલ સ્કોલરશીપ” એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિશ્રી તરીકે જનાબ મોહંમદ સોહિલ ઉસ્માનગની પટેલ, તેમના માતાશ્રી અને બહેન સાથે ઉપસ્તિથ રહ્યા હતા. આ ઉપરાંત મર્હુમ હાજી ઉસ્માનગની પટેલના ભાઈ જનાબ યાકુબભાઇ જીવા અને જનાબ ગુલામભાઇ જીવા એ સહ પરિવાર ઉપસ્તિથ રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ સાથે કાર્યક્રમમાં પધારેલ મહેમાનો તથા વી.સી.ટી. ટ્રસ્ટીશ્રીઓનું શાબ્દિક સ્વાગત પ્રો.તસ્લીમબેન પટેલે કર્યું હતું અને પ્રો.ઉસ્માનસરના જીવન ચરિત્ર વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યારબાદ શબાનાબેન પટેલ દ્વારા શિષ્યવૃત્તિ બાબતે PPT દ્વારા વિસ્તુત માહિતી રજૂ કરવામાં આવી હતી.
ઉચ્ચ અભ્યાસ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને પ્રેરણા મળે તેમજ આર્થિક રીતે સધ્ધર ન હોય તેવી વિદ્યાર્થીનીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. જનાબ મોહંમદ સોહિલ પટેલ દ્વારા પોતાના પિતા સ્વર્ગસ્થ પ્રોફેસર ઉસ્માનગની પટેલ સાહેબના જીવન અને વ્યક્તિત્વની ઝલક આપવામાં આવી હતી. તથા તેમણે સંસ્થાના આ સ્કોલરશીપ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
ત્યારબાદ એચ.એસ.સી. માં 70% થી વધુ ટકા મેળવનાર કોલેજની 50 વિદ્યાર્થીનીઓને મહેમાનો દ્વારા સ્કોલરશીપ સર્ટી આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ડૉ.ગર્વિષ્ઠામેડમ દ્વારા આવનાર દરેક મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આમેરા પટેલ તેમજ નસરીન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.




