DAHODGUJARAT

ઝાલોદ તાલુકાના આરોગ્ય કચેરી ખાતે ટીબી ચેમ્પિયન ને તાલીમ આપવામાં આવી 

તા.૧૬.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ તાલુકાના આરોગ્ય કચેરી ખાતે ટીબી ચેમ્પિયન ને તાલીમ આપવામાં આવી

આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીબી રોગથી સંપૂર્ણ સ્વસ્થ થયેલા દર્દીઓને ટીબી ચેમ્પિયનની તાલીમ આપવામા આવી અને સમુદાય માં પોતાના અનુભવ રજૂ કરીને જન જાગૃતતા લાવવા માટે મહત્વની કડી બને તે હેતુ થી તાલીમ આપવામા આવી અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ને સાર્થક કરવા માટે ટીબી થી સાજા થયેલ દર્દીઓ ને તાલીમ આપવામાં આવી તાલુકાના ટીબી થી સાજા થયેલ દર્દીઓ એવા ગરાડુ ગામના ટીબી ચેમ્પિયન અને સામાજિક કાર્યકમ બાબુભાઇ કલારા એ પોતે ટીબી ચેમ્પિયન છે અને તેમને પોતાનો અનુભવ બધાને જણાવી ને સમાજ માં જે અંધશ્રદ્ધા થી પીડિત છે અને વ્યસન ની લત ના કારણે ખૂબજ નુકશાન થાય છે મે ૦૬ મહિના વ્યવસ્થિત દવા શરૂઆત માં ના લીધી ના હતી જેનાં લીધે મારે ૦૨ વર્ષ સુઘી ટીબી ની દવા ખાવી પડી મારા જેવી ભૂલ બીજા ન કરે તેના માટે હું દરેક જગ્યાએ ટીબી નો કોર્ષ પુર્ણ કરવા માટે જરૂર થી જણાવું છું સમાજ નો દરેક વર્ગ જે કંઈ પણ થાય તે માટે નજીકના સરકારી દવાખાને જાય એવુ આહવાન કરવામાં આવ્યું અને કઈ પણ થાય તો દવાખાને જ જવું આજની ટીબી ચેમ્પિયન ની તાલીમ જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર. ડી પહાડીયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ તુષાર ભાભોર જીલ્લા SBCC કો ઓડીનેટર દિપકભાઈ પંચાલ ,તાલુકા આરોગ્ય સુપરવાઈઝર સંગાડા સુક્રમભાઈ ,તાલુકા ટીબી સુપરવાઈઝર સતીષભાઇ ગરાસીયા, સંદીપભાઈ બારીયા અને તાલુકા લેવલ નો હેલ્થ સ્ટાફ અને દર્દીઓ હાજર રહ્યો હતો

Back to top button
error: Content is protected !!