MORBI મોરબીના બેલા (ર.) ગામે સરકારી જમીનમાં ખનીજ ચોરી બંઘ કરવા કલેકટરને રજૂઆત

MORBI મોરબીના બેલા ગામે સરકારી જમીનમાં ખનીજ ચોરી બંઘ કરવા કલેકટરને રજૂઆત
મોરબીના બેલા ગામના માજી ઉપસરપંચ પ્રવિણચંદ્ર એસ. આચાર્ય દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છેકે, બેલા (રંગપર) ગામે સરકારી જમીનમાં મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. અને ખોખરા બેલા સીમમાં જીઈબીની બાજુમાં હાલ ખનીજ ચોરી રાત્રિના સમયે ૧૧:૦૦ થી વહેલી સવારે ૪:૦૦ વાગ્યા સુધી બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે અને તેના માટે બે હીટાચી, ૨૦ ટ્રક ત્યાં કામે લગાડવામાં આવે છે. અત્રે ઉલેખનીય છે કે, ગત તા. ૩૦/૧૧/૨૦૨૪ નાં રોજ ખનીજ વિભાગે રેડ કરીને ખનીજ ચોરી બંધ કરાવી હતી. જો કે, હાલમાં ફરી પાછી ત્યાં ખનીજ ચોરી ચાલુ થયેલ છે અને અગાઉ જે લોકો ખનીજ ચોરી કરતા હતા તે જ લોકો હાલમાં ત્યાંથી ખનીજ ચોરી કરી રહયા છે.
અને ગામમાં થતી ચર્ચા મુજબ ગામના સરપંચ અને તલાટિના આશીર્વાદથી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરીને જ આ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. જો અધિકારી દ્વારા ખનીજ ચોરી પાછી કેમ ચાલુ થઇ ?, જો ખનીજ ચોરીની જાણ કરવા માટે કોઈ ફોન કરે તો ખનીજ વિભાગના અધિકારી ફોન ઊપડતાં નથી ?, જેથી હાલમાં કલેક્ટરને રજૂઆત કરીને ખનીજ ચોર બંધ કરાવવાની માંગ કરી છે. અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ના છુટકે હાઈકોર્ટમાં પીટીશન સુઓમોટો દાખલ કરાવાની ચીમકી અરજદારે ઉચ્ચારી છે.










