MORBIMORBI CITY / TALUKO
MORBI:કાળભૈરવ ગ્રુપ વિરપરડા – મોડપર દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
MORBI:કાળભૈરવ ગ્રુપ વિરપરડા – મોડપર દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીકો માટે મોરબીના વિરપરડા ગામ ના પાટીયા પાસે આશાપુરા સેવા કેમ્પ સમિતી કાળભૈરવ ગ્રુપ વિરપરડા – મોડપર દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 23 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી મોરબીના વિરપરડા ગામ આશાપુરા સેવા કેમ્પ સમિતી દ્વારા પીપળીયા ચાર રસ્તા થી 4 કિમી આગળ જામનગર હાઇવે પર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકોને રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા 24 કલાક આપવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકોને અનુરોધ કરાયો છે.