BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાની અશા પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

ઝઘડિયા તાલુકાની અશા પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

કાર્યક્રમમાં ૧૪ શાળાઓ દ્વારા કુલ ૨૨ જેટલી વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી

 

ભરૂચ જિલ્લાની અશા પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. પાણેથા ગ્રુપ સીઆરસી કોર્ડિનેટર દિલિપસિંહ ઘરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં પાણેથા વિભાગની કુલ ૧૪ શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાઓ દ્વારા કુલ પાંચ વિભાગોમાં ૨૨ કૃતિઓ રજુ કરવામાં આવી હતી;જેમાં ખોરાક સ્વાસ્થય અને સ્વચ્છતા વિભાગમાં પ્રથમ ક્રમે પાણેથા કુમાર શાળા, પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં નાનાવાસણા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે, કુદરતી ખેતી વિભાગમાં પ્રાથમિક શાળા ઇન્દોર પ્રથમ ક્રમે, ગાણિતિક નમુનાઓ અને ગણાત્મક ચિંતનમાં પ્રથમ ક્રમે વેલુગામ શાળા જ્યારે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપનમાં પાણેથા કન્યાશાળા પ્રથમ ક્રમે આવ્યા હતા.આયોજિત કાર્યક્રમની શરુઆતમાં ગણિત વિજ્ઞાન શિક્ષક દિનેશભાઇ પટેલે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. આ પ્રસંગે શાળાઓના શિક્ષકો,આચાર્યો,ગામના સરપંચ નિતિનભાઇ,વાલીઓ,બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો. ઉલ્લેખનીય છેકે શાળાઓમાં શિક્ષણની સાથેસાથે યોજાતા આવા રચનાત્મક કાર્યક્રમોથી બાળકોમાં રહેલી છુપી શક્તિઓને વેગ મળતો હોય છે તેથી શાળાઓમાં યોજાતા આવા કાર્યક્રમો આવકારદાયક ગણાય છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!