GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
માળીયા (મી.) વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

MALIYA (Miyana): માળીયા (મી.) વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીંયાણામા સંઘન પંપ પાસે આરોપીના રહેણાંક મકાન પાછળ બાવળની કાંટમાથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા આરોપી સલીમભાઈ અકબરભાઇ મોવર (ઉ.વ.૩૮) રહે. માળીયા (મીં) વાળાએ પોતાના રહેણાંક મકાન પાછળ આવેલ બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ. ૧૪૬૦ તથ બીયર ટીન નંગ -૧૦ કિં રૂ.૧૨૫૦ મળી કુલ કિં રૂ. ૨૭૧૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







